Freedom
લગ્ન નું ટેન્શન છે એટલે બે ઘુંટ મારીને હળવી થતી પાપા ની પરી
આ મજાક લાગતી હશે પણ આજકાલ વામપંથીઓએ શૈક્ષણિક સંકુલોનો કબ્જો લઈ લીધો છે દેશ વિરોધી નારા કરતાં પણ ભયંકર ષડયંત્ર તો સ્વતંત્રતાના નામે સ્ત્રીઓને બગાડવાનું છે. છોકરીઓને એવું શીખવવામાં આવે છે કે છોકરો ઘણી ગર્લ ફ્રેન્ડ્સ રાખે તો તમે શા માટે ઘણા બોય ફ્રેન્ડ્સ નો રાખો. મતલબ કે તમે પણ સ્વચ્છંદી થઈ જાવ. પુરુષ શરાબ અને સિગરેટ્સ પીવે તો તમે પણ પીવો કારણ કે આજ ની નારી પુરુષ સમોવડી છે. મતલબ પુરુષોની સારી નહીં પણ ખરાબ વસ્તુઓ અપનાવો.
જે વાતો કોઈ પણ સંસ્કારી ભારતીય પુરુષ પણ નો કરે તે આજની "અમુક" છોકરીઓ કરતી થઈ ગઈ. આ બધુ સ્વતંત્રતા ના નામે.
આવા વામપંથી તેમને પોતાને અનેક છોકરીઓ મળી રહે માટે તે છોકરીઓને ઉલ્ટી રીતે ચડાવે છે. પણ પોતે લગ્ન કરતી વખતે ભારતીય સંસ્કૃતિ વળી છોકરીઓ જ પસંદ કરશે.
સ્ત્રી અને પુરુષ ની સરખામણી જ નો થઈ શકે. સ્ત્રી પુરુષ એક બીજાના પૂરક છે, પ્રતિસ્પર્ધી નહીં. તમે માછલી અને હાથી ની પાણીમાં તરવાની હરીફાઈ નો કરાવી શકો. તમે માછલી ને ચિત્તા સાથે ઝાડ પર ચડવા કે જમીન પર દોડવાની હરીફાઈ નો કરવી શકો.
માં છે તે બાળક માટે ભગવાન સમાન હોય છે દેશનું ભવિષ્ય માતા જ તૈયાર કરી શકે. પણ જ્યાં દેશની છોકરીઓ કેટરીના કે દીપિકા બનવાના સપના જોતી હોય તેની કુંખે રાણા પ્રતાપ કે શિવજી નો પાકે. સ્ત્રી જ પોતાના દીકરાને સંસ્કાર નહીં આપે તો ભવિષ્યની પેઢી કેવી થશે?
હરીફાઈ હમમેશા સારી વસ્તુની હોય ખરાબ વસ્તુની નહીં.
આજકાલ તો છોકરીઓ કહે છે કે અમારે શું પહેરવું તે અમે નક્કી કરશું તો પછી તમને કેટલું માન આપવું તે સામેવાળાની મરજી. તેની પોતાની આંખો તે જે રીતે જોવું હોય તે જોવા દો ને? ત્યાં શું કામ ફરિયાદ કરો છો?
તમારી દીકરીને ચાંદ જેવી જ શું કામ બનાવવી છે જેને લોકો ઘુરી ઘુરી ને જુવે સુરજ જેવી બનાવોને કે જોનાર ની આંખ વિચાય જાય.
ઘણી નારિવાદીઓને મારી પોસ્ટ આકરી લાગતી હોય છે પણ વાસ્તવિક્તા અને મર્મ સમજી શકે મારા કહેવાનો યોગ્ય અર્થ સમજી શકે teva બહુ ઓછા હોય છે.
Feminist અને Feminazy વચ્ચે નો ફર્ક ક્યારે સમજાશે તે ખબર નહીં
Comments
Post a Comment