Maa

માં

થોડીવાર પહેલાં Facebook મા એક post જોઇ તેમાં લખ્યું હતું કે તમારી માં ના હાથની  કઇ વસ્તુ તમને વધારે ભાવે? આવું ઘણું બધું Facebook પર ફાલતુ આવતું રહેતું હોય છે, પણ આ વાંચી હું વિચારમાં પડી ગયો.

મારા groups માં મોટાભાગની છોકરીઓ ભણેલી છે, તેમને નોકરી કરવી છે, talented છે, career બનાવવી છે અને તેમને હક્ક પણ છે કે તે આગળ વધે, પણ જ્યારે છોકરાઓ સાથે તેમની meeting કરાવું ત્યારે ઘર અને નોકરી બંને સંભાળવા બાબતે એકબીજાને reject કરી દે‌.

આજની છોકરીઓ ભણતી થઈ ગઈ, કમાતી થઈ ગઈ, પુરૂષ સમોવડી થઈ ગઈ પણ ક્યાંક કઈ ગુમાવ્યું

આપડે બહુ ખુશનસીબ છીએ આજના યુવાનો બહુ ખુશનસીબ છે જે ગર્વ લઈ શકે કે તેમની માતાની રસોઈ ખુબ સ્વાદિષ્ટ થાય છે‌. પણ શું તમારા બાળકો એવુ ગૌરવ લઇ શકશે?

એક સમયે સ્ત્રી રસોડાની રાણી ગણાતી, પણ આજની સ્ત્રીને રસોડું ગુલામી લાગે છે‌‌. જેલ જેવું લાગે છે.

જ્યારે જ્યારે છોકરા ની meeting કરાવું ત્યારે ત્યારે આ વાતની ચર્ચા થાય જ છે‌.

છોકરીઓ દ્વારા પહેલો સવાલ કે ઘરે કામવાળી છે? છોકરીની મમ્મી ભલે ખૂદ કામ કરતી હોય પણ છોકરી સીધેસીધું મોઢે કહી દે કે તેનાથી કામ નહીં થાય.

ઘણાખરા છોકરાઓને ત્યાં કામવાળી કામ કરતી હોય છે, એટલે બીજો સવાલ કે રસોઈ વાળી છે? છોકરીઓ સ્પષ્ટ કહે છે કે નોકરી કરીએ એટલે ઘરનુ કામ તેમનાથી નહીં થાય.

લગભગ દરેક working women સાસુ પાસે બાળકોને છોડીને નોકરીએ જાય છે, બાળકને school લાવવા લઈ જવા માટે વાહનની સગવડ પણ કરાવી દીધી હોય છે‌‌. પણ ક્યારેક વાહન નો આવ્યું હોય ત્યારે માં બાપ કે દાદા દાદી school પર લેવા જાય ત્યારે બાળક કેટલું ખુશ થાય છે તે observe કર્યું છે? બાળકને પોતાની સાથેના અન્ય બાળકને તેની માતા વ્હાલ કરતી હોય ત્યારે બાળકનો ચહેરો જોયો છે? એક ખાલીપણું મહેસૂસ કરતું હશે‌.

આજકાલ માં બાળકને મેગી બનાવી દે એટલે બાળકને એમ થાય કે તેની માં એ કાંઈક નવું બનાવી દીધું. પહેલા તહેવારો આવતા તો ઘરે નવી નવી વાનગીઓ બનતી અરે દિવાળી પછી પંદર દિવસો સુધી નાસ્તા ચાલે તેટલું બધું બનતું, આજે બજારમાંથી તૈયાર 250-500 gram લઈ લે એટલે તહેવાર થઈ ગયો‌.

આજની  આધુનિક માં ઓને જોઉં છું તો થાય હવે પછીની પેઢી એવું ગૌરવ લેશે કે મારી મા સારી મેગી બનાવતી હતી‌.

વિચારજો‌.....

Comments

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Bewafa