Bhabhi
ભાભી
આ પાત્ર જો જોવા જઈએ તો ભાભી એટલે એક મિત્ર છે, દિયર માટે બીજી માં, નણંદ માટે એક સખી, જ્યાં દિલની બધી વાત કહી શકાય.
પણ આજે જે વાત કરવાની છે તે અમુક એવી વિચિત્ર ભાભીઓની વાત છે જેમણે પોતાના સ્વાર્થ ખાતર દિયર કે નણંદની જીંદગી બગાડી છે કે બગાડી રહી છે.
મારી પાસે રોજ રોજ કોઈને કોઈ એવા બનાવો આવે જેમાં ન છૂટકે એવું લખવું પડે કે ઘણા લોકોને તકલીફ પડી જાય પણ લખ્યા વગર છૂટકો જ નથી, નો સમજે તો સમાજ સામે ખુલ્લા તો કરવાને જેથી ડર લાગે અને કોઈની જીંદગી નો બગાડે.
એક ભાઈ છે તેની ભાભી કોઇપણ ઠેકાણા માં વાત આગળ વધે મહેમાન ઘરે આવે અને ભાભી નંબર આપ લે કરે એટલે વાત પુરી, મેં એક છોકરીની વાત ચલાવી અને અટકી જ્યારે પુરી વાત છોકરી પાસેથી જાણી અને છોકરા પાસે cross check કર્યું એટલે ભાભીનો ભાંડો ફૂટી ગયો પણ છોકરાનું બાકી હતું એટલે કોઈ મગજમારી નો કરી પણ ચૂપચાપ છોકરાનું ગોઠવી દીધું.
આવું શું કામ થતું હતું ખબર છે, મિલકતમાં ભાગ નો પડે માટે. ઘણી ભાભીઓ દિયરની ઉંમર થઈ જતાં તેનું નો થાય માટે પ્રયત્નશીલ હોય છે. આવા સેંકડો બનાવ આવે છે.
એક નણંદનુ નો થાય માટે ભાભી મહેમાન આવે ત્યારે રસોડામાંથી મહેમાન ને ઈશારા કરે કે નણંદ બહુ માથાભારે છે, પણ સીધી સાદી નણંદ સાથે માં જેવો વર્તાવ કરતી ભાભી ખાનગીમાં નણંદનુ નો થાય તેવું ઇચ્છતી કેમકે કામચોર આળસુ ભાભીનું બધું કામ નણંદ કરી દેતી, નણંદનુ થઈ જાય તો ભાભીને બધું કામ કરવું પડે એટલે.
એક કિસ્સામાં દિયરનુ પોતાના કુટુંબની છોકરી સાથે કરવું હતું પણ સાસુએ ના કહી કે આ અત્યારે એકલી છે તો પણ આટલા ધૂણાવે છે તો બંને બહેનો ભેગી થઈને શું કરે? પણ આ વાત મનમાં રાખી ભાભીએ લગ્ન પછી દેરાણીના કાન ભર્યા અને કાચા કાનની દેરાણીએ ખુદનું ઘર ભાંગ્યું. મુર્ખ વ્યક્તિઓ આવી વાતમાં આવી પોતાનું જ અહીત કરે.
જ્યારે જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે અનુભવો તમારી સામે મુકું છું જેથી તમારા સંતાનોનું હિત તમે સારી રીતે સાચવી શકો.
Bhavin Kundaliya, Surat
9427265864
સાચી વાત ,ઘણી જગ્યા યે બનતું હોય છે
ReplyDelete