Selfish
સ્વાર્થી
સવાર સવારમાં એક ફોન આવ્યો. એક divorcee છોકરી હતી. પ્રાથમિક વાતચીત પછી મેં પુછ્યું કે તમારી અપેક્ષા શું છે? મને કહે કે એક જ અપેક્ષા છે કે સાસુ નો હોવી જોઈએ. મેં પુછ્યું કે આવી માગણી શા માટે? તો મને કહે કે બધી સમસ્યાનું મુળ સાસુ જ હોય છે. વિદેશમાં બધા અલગ જ રહે છે ને? મેં કહ્યું કે આ ભારત છે. અને વિદેશમાં વસતા ભારતીયો એટલા માટે દેશની છોકરી લઈ જાય કે તે ભેગી રહે. મને દ્રઢતાથી સાસુઓના ગેરફાયદા ગણાવવા લાગી જાણે PhD કર્યું હોય. મેં તેમને સલાહ આપી કે સાસુથી આટલી તકલીફ હોય તો કોઈ અનાથાશ્રમ ના છોકરા સાથે જ લગ્ન કરાય. સીધી વાત છે ભડકવાની તો ખરી જ. મારી પાસે પોતાની માંગણી ને વ્યાજબી ઠેરવવા દલિલો રજૂ કરવા મંડી એટલે મેં પુછ્યું કે તમારે ભાઈ નથી લાગતો? મને સામો સવાલ કર્યો કે તમને કેવી રીતે ખબર પડી? મેં જવાબ આપ્યો કે તમારા જેવી ઘણી છોકરીઓ છે યા તો તેના parents નું single child છે અથવા ભાઈ નથી. એટલે તમે લોકો એક માં ને દિકરાની વહુ પાસે શુ આશા હોય તે સમજી નો શકો. તે છોકરીએ ફોન કટ કરી નાખ્યો.
તમે જોયું હશે દિકરી નાની હોય અને ઘરના કામકાજમાં મન નો હોય એટલે માં કે સગાંસંબંધીઓ દિકરીને એવું કહેતા હોય કે થોડું ઘરનુ કામ શીખી લે નહીતો સાસુ ખીજાશે, નણંદ ટોણા મારશે. છોકરીના મનમાં સાસુ એટલે લલિતા પવાર અને નણંદ એટલે શશીકલા ની છાપ બનાવી દીધી. એક તબક્કો હતો જ્યાં આ લોકોના movies દ્વારા સાસુ અને નણંદ નું એટલું ખરાબ ચિત્રણ કર્યું કે લોકોના મગજમાં આજની તારીખે નથી જતું.
ક્યારેય માં બાપ દિકરીને સાસુ એટલે કૌશલ્યા અને નણંદ એટલે શાંતા આવું નહીં સમજાવે. શાંતા ભગવાન રામની બહેનનું નામ છે. આપડે સંસ્કાર દેવાને બદલે નફરત ભરી છે.
કોઇપણ છોકરી લગ્ન કરીને સાસરે જાય એટલે તે ઘરની રૂઢી શીખવાડવામાં આવે અને તેમાં ભુલ થાય તો સાસુ ખીજાય પણ ખરી. પણ છોકરીઓ ને માં ગમે તેટલું ખીજાશે તેનું ખોટું નહીં લાગે પણ સાસુના બે શબ્દો તેમનાથી સહન નહીં થાય કેમ? કેમ કે તેણે તમને જન્મ નથી આપ્યો.
ઘણા લોકો એવી દલિલ કરે કે વહુને દિકરી ની જેમ રાખવી જોઈએ સાચું પણ દિકરી બનવાની શરૂઆત તો વહુએ જ કરવી પડે. આજકાલ સેંકડો કેસ આવે છે જેમાં અચાનક ઘરમાંથી સામાન ભરી વહુ ભાગી જાય. પોતાના ઘરેણાં ની સાથે સાસુ,નણંદ અને દેરાણી જેઠાણી ના ઘરેણાં પણ લઈ જાય છે. સમાજમાં આવા લોકોને હિસાબે વહુ થી લોકો ડરે છે. તમારે વિશ્વાસ રાખવાનું કહેવાનું નો હોય પણ વિશ્વાસ જીતવો પડે.
આજકાલ Facebook પર motivational speakers ના fan groups વધતા જાય છે. અમુક લોકો તેની દુકાન ચલાવવા છોકરીઓ ની સાવ ખોટી તરફદારી કરતી posts લખે છે. જે લોકોએ કોઇપણ લોકોનું ઘર નથી જોડ્યું. કોઇ પણ divorce થતા નથી બચાવ્યા તે લોકો marriage bureau વાળાની લખેલી posts ના જવાબ આપે છે. પણ આવા લોકોના જવાબ પર મારી જેવા બરાબર જવાબ આપે છે. Facebook ના આ groups અને pages ઘર ભાંગવાના અડ્ડા બની ગયા છે.
માટે સાસુને દુશ્મન ગણવાનુ બંધ કરો આજે છોકરીઓ ની સાચી ખોટી અછત છે. માંડ માંડ દિકરાનું થયું હોય ત્યાં સાસુ વહુને બહુ કહેતી નથી. એવું નથી કે વહુનો જ વાંક હોય પણ generalize વાત કરીએ તો આવું થતું હોય છે. અને પોતાની દિકરી ની એકતરફી વાત સાંભળી ને ઝગડો કરવા પહોંચી જવું જરાય વ્યાજબી નથી. ઘણી વાર દિકરીને કોઈ ખીજાય કે કાંઈ બોલે તો શું બોલ્યા તેની ફરિયાદ થાય પણ કેવી પરિસ્થિતિમાં બોલ્યા તે વાત જાણવી જરૂરી છે.
મારા double standard ની post માં મેં લખ્યું છે કે તમારી પોતાની દિકરી માટે તેની સાસરીમાં એટલી છૂટ માંગો જેટલી તમારા ઘરમાં તમારી વહુને આપી શકો. અને તમારી વહુને એવી રીતે સાચવો જે અપેક્ષા દિકરી ના સાસરીવાળા પાસે રાખો છો.
Bhavin Kundaliya, Surat
9427265864
Aavi post mukta raho to 100 mathi ek ni to akh ughde
ReplyDeleteBhai badhu samj ni bhar che koi k chori vada em bi kay ne muke che ke ghar ma koi ledis nathi etel karvu ane karvu no hoi ne to duniya bhar ni vatu kar time pas kare hu em kav chu tamri icha nathi to koi ne sathe time pas kem karo chokri kai vaat kare ma kai vaat kare ane pachi naa pade
ReplyDeleteBhai mara sathe to dev game tahi che ke mare to have koi chokri par bharosa karva no ane lagan karva no man j nathi have kem ki apdi kast ma chokrio kahli time pas vadhre kare che koi chokra ni life kharab karva ma maja ave che
ReplyDeleteमुजे किसी भी परिवार का या किसी भी लड़की का नाम नही लेना है लेकिन जो वो लड़की या उसके परिवार ने मेरे साथ करा है में जन्दगी में कभी किसी लड़की पे अब भरोसा नही कर सकता दिल से मर जाने का मन करता है लेकिन फिर में मेरे घर वालो का सोच के पीछे हो जाता हूं के भले अब शादी नही करुगा लेकिन कम से कम मेरे परिवार के साथ रहू उनको में क्यो तकलीफ दु उस
ReplyDeleteकभी कभी तो ऐसा लगता है ऐसे परिवास का नाम भी सब को बता दो ताकि ओर किसी की लाइफ खराब होने से बच जाय लेकिन फिर रुक जाता हूं क्योंकि उन्होंने जो करा वो करा में उनके जैसा क्यो बनु में क्यो किसी का नाम बोलके अपने आप जो उनके जैसा बनाव
ReplyDeleteસાવ સાચું
ReplyDeleteભગવાન સવને સદવિચારો આપે
Bhavinbhai you are right
ReplyDeleteજૂની કહેવત સોઈ સાથે દોરો આવી છોકરીયું ને જયારે તેમના દીકરા હશે ત્યારે કોઈ છોકરી આવું કહેશે મારે સાસુ ના જોયે ત્યારે ખબર પડશે આ કહેવત સાચી છે તો બધા એ વિચાર બદલવા ની જરૂર છે ચાલો માની લ્યો આવી છોકરીયું ને આવું પાત્ર મળ્યું અને છોકરો આવી ચોઇસ મૂકે તો મારે પણ સાસુ ને સસરા ના જોયે જેથી કરીને ને એ પિયર ના જાઇ
ReplyDelete