Social Workers
શુ આ લગ્નની સમસ્યા વકરી છે તેમાં Admins જવાબદાર ખરા?
આવો સવાલ ઘણીવાર senior marriage bureau સંચાલકો અને સમાજ ના બુધ્ધિજીવીઓ દ્વારા ચર્ચાય છે.
અને આનો જવાબ હું સ્પષ્ટપણે હા માં આપું છું. આજકાલ નવા નવા groups ખુલતા જાય છે. અને આ બધા groups link થી બને છે. અને આ groups બનાવનારા ખૂદ candidates છે. અને તે લોકો કોઈ સંસ્થા માં નથી જોડાયેલા માત્ર WhatsApp માં એક નામ આપી link બીજા groups માં share કરી દે છે અને candidates પણ group બનાવનાર કેટલો વાસ્તવિકત છે તે જોયા વગર link પર click કરી જોડાઈ જાય છે.
દરેક ને હજી કાંઇક નવું આવશે, હજી કાંઇક નવું આવશે એવી આશામાં હરણાં મૃગજળ પાછળ દોડ્યા કરે તેમ દોડ્યા કરે.
કોઇ વાત ચાલતી હોય થોડા આગળ વધ્યા હોય ત્યાં એક નવા group ની link આવે અને તેમાં થોડોક વધારે સારો bio-data દેખાય એટલે જ્યાં વાત ચાલતી હોય તેને pending માં રાખી આગળ વધે પણ સામેવાળા ને પણ પોતાની અપેક્ષા હોય છે એટલે તે ના કહે ત્યાં પાછી નવા group ની link અને નવો bio-data આ ચક્ર ચાલતું જ રહે અને candidates જે હવે ખૂદ group admin બની ગયા છે તે પણ આવી વાત કરે. બીજું link થી ગમે તે લોકો group join કરે તેમાં વિધર્મી છોકરાઓ પણ આવી જાય અને groups ની છોકરીઓ ની safety જોખમમાં મુકાય જાય.
આવા admins ના group માં અમારી જેવા કોઈ અરીસો દેખાડતી post મૂકે એટલે Remove કરે કે ચેતવણી આપે કે bio-data સિવાય કાંઈ નો મૂકવું, પણ આવા લોકો ખાલી technically admin હોય છે ખાલી candidates ને ધમકાવવાથી admin નથી થવાતું પણ candidates ની વાત પણ ચલાવવી પડે, ખાલી bio-data મુકવાથી થઈ જતું હોત તો હજારો groups છે કોઈ બાકી જ નો રહે. ખરેખર તો માનસિકતા બદલવી પડે તમે આવું નો કરી શકો તો કાંઈ નહીં પણ અમારી જેવા લોકો જે posts લખે છે તે લોકો સુધી તો પહોંચાડો.
અમુક લોકો તો માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે જ groups બનાવ્યા હોય છે તે લોકો અન્ય સમાજ સેવકોને ઓળખતા નથી અને remove કરે ત્યારે તે ખૂદની value જ ઘટાડતા હોય છે.
અમુક candidate ને admin remove કરે એટલે ego hurt થાય એટલે groups બનાવે અને તે લોકો પણ બીજાને remove કરી વિકૃત આનંદ લે. જેમ raging માં hostel માં senior students junior students નું raging કરે તેમ આ લોકો પણ candidates ને remove કરે એટલે ફરી પાછા બીજા નવા groups ખુલે.
અમુક candidates નું થઈ જાય એટલે એ પણ link મુકી groups બનાવે પછી અમે જ્યારે એમના groups માં અમારી ad મુકીએ કે ID proof આપીને add થાવ તો અમને કહે no other post આવા લોકોને કૃતઘ્ની કહે છે કરેલા ઉપકારને ભૂલી જનારા જે group દ્વારા તમારૂં થયું તેના જ admin ને સલાહ આપતા શરમ નથી આવતી.
ખરેખર જો સમસ્યા નો ઉકેલ લાવવા માગતા હો તો હવે કોઈ નવા groups નો બનાવતા અને થોડીક વાત ગળે ઉતરે તો groups બંધ કરી દેશો અને જે લોકો પહેલેથી કામ કરે છે તેની મદદ કરશો.
એ લોકો જ groups ચલાવે જે લોકો રૂબરૂ પણ નિયમિત બેસીને કામ કરતા હોય, અમારી જેમ દર રવિવારે સાંજે 4 કલાક નિયમિત લોકોને મળીએ છીએ. પણ ખાલી વોટ્સએપીયા admins નો હોવા જોઈએ.
ઘણા લોકો અમારા contact માં આવ્યા પછી અમારી વાત સમજાય છે પછી તેમના groups બંધ કરે છે.
હુ બધા candidates ને પણ સમજાવું છું કે groups બનાવવાથી છેલ્લે નુકસાન તમને જ થશે.
વિચારજો અને નો ગમે તો remove કરજો
Bhavin Kundaliya, Surat
9427265864
Very right Bhavinbhai. Samaaj ma seva na naam par khali naam karva purta group banavi ne khali bio data share karta group ni koi jarur nathi .
ReplyDelete