Educated Fool

पढ़े-लिखे जाहील

આજે એક જુની ઘટના લખું છું.

એક CA છોકરી મારા divorce group માં join થઈ. અમારી team ના એક admin સાથે વાતચીતમાં તેણે પોતાની ઈચ્છા જાહેર કરી કે તે તેના પતિને ભૂલી શક્તી નથી. Admin એ મને જાણ કરી. મેં એક bio-data આપ્યો અને admin ને  છોકરીને આપી check કરવા કહ્યું કે આ છે? છોકરીએ કહ્યું કે તે છોકરો તેનો પતિ છે.

એટલે મેં પુછાવ્યું કે તે પાછી જવા માગે છે? Admin એ પુછ્યુ એટલે છોકરીનો જવાબ હા માં આવ્યો.

એટલે મેં admin ને છોકરાનો number આપી વાત કરાવી પણ છોકરાને છોકરીના પિતાની દખલગીરી સામે વાંધો હતો. એટલે વાત ત્યાં પડતી મુકી. પછી એકવાર ગૃપ માં ચર્ચા વખતે ગુસ્સામાં ગૃપ છોડી દીધું. થોડા સમય પછી સામેથી ગૃપ માં એડ થવા આવી. આ વખતે lady admin નો ઉપયોગ કર્યો. Lady admin એ ચોખવટ કરી કે અહીં દરેક કિસ્સા અલગ અલગ હોય છે. માટે માથે ઓઢી લેવું નહીં. પણ ulterior motive સાથે આવેલી આ છોકરીએ આવતાવેત વિદ્રોહ કર્યો અને અમારા group માંથી જ અમને remove કરવાની વાત કરી અને Lady admin ને પોતાની સાથે મેળવવા કોશિશ કરી. પણ આ વાત અમને Lady admin એ કહી દીધી. છતાં પણ તેણે મને challenge કરી કે હું તેનું પુનઃ મિલન કરાવી શકું કે નહીં? મેં challenge ઉઠાવી મહાજનના એક સભ્યને ફોન કર્યો જે છોકરાના ઘરે જઈને વાત કરશે પણ થોડીવાર પછી છોકરી નો lady admin પર ફોન આવ્યો કે તે સામેથી શા માટે જાય? મેં કહ્યું કે મેં મહાજનના સભ્યોને વાત કરી છે મારી પોતાની એક છાપ હોય. બીજુ કે સામેવાળાને થોડી ખબર છે કે તમારે શુ જોઈએ છે? છાશ લેવા જાવુ ને દોણી સંતાડવી? પણ એ છોકરી નો‌ માની. મારા ખીજાવાથી અમારા વિશે ગમે તેમ બોલી ગૃપ છોડી ગઈ.

ગજબની માનસિકતા છે કોઇ તમારી મદદ કરે પણ તમારે ખુદ તમારી મદદ નથી કરવી. Admin જ્યારે છોકરાઓ ને ભણવા માટે કહે અને વ્યસન છોડવા કહે. કોઈ છોકરીને બહુ messages કરી પરેશાન કરતો હોય તેવા છોકરાને ખખડાવી નાખીએ તો વાંધો નહીં પણ છોકરીને કાંઈ કહીએ તો સ્ત્રી વિરોધી?

અમારા જ બનાવેલા ગૃપમાથી અમને રીમૂવ કરવાની વાત?

અને જ્યારે મેં સવાલ પુછયો કે તમે તમારા પતિની ફરિયાદ કરો છો તો પાછું તેની જ પાસે શા માટે જવું છે?

હવે તમે જ વિચારો....‌

Bhavin Kundaliya, Surat
9427265864

Comments

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Bewafa