Maid
કામવાળી
મોટેભાગે છોકરાઓની એક common ફરિયાદ છે કે જે છોકરીને પુછો તેનો એક પ્રશ્ન ઘરમાં કામવાળી છે કે નહીં?
આજે એક વાત કરવી છે. મારા ઘરમાં જે કામવાળા બહેન આવે છે તેને બે દિકરી અને એક દિકરો છે. તે મારા મમ્મીને કહે કે બા તમારા બધા સંતાનોને તમે engineer બનાવ્યા તો મારા છોકરાઓને પણ ગણિત શીખવાડોને એટલે તે પણ ભણીગણીને આગળ વધે. મારો દિકરો એટલું ભણે અને એટલું કમાય કે મારી વહુને કોઈને ત્યાં કચરાપોતા, વાસણ કે કપડાં ધોવા નો જવું પડે અને મારી દિકરીઓને પણ આવા કામ કરવાને બદલે કોઈ office મા કામ કરે.
એક ઓછું ભણેલી કામવાળી પણ આવું વિચારે છે તો ભવિષ્યમાં તમારે ત્યાં કોણ કામ કરવા આવશે?
ભણીગણીને પૈસા કમાવા છે અને ઘરનું કામ કામવાળા પાસે કરાવવું છે આ માનસિકતા નાના થી લઈને દરેક મોટા વ્યક્તિની છે. ભવિષ્યમાં તમારે ત્યાં કોઈ કામ કરવા નથી આવવાનું. બધાને White collar job કરવી છે.
Europe અને America ની જેમ ભારતમાં પણ કામવાળા મળશે નહીં. આજે ત્યાં કામવાળા ના ભાવ white collar job વાળા જેટલા જ છે.
અહીંથી લગ્ન કરીને જતી છોકરીઓને ત્યાં બધું જ કામ જાતે કરવું પડે છે. ત્યાં પતિ પત્ની બંને ઘરકામ કરે છે.
ભારતમાં ભવિષ્યમાં આજ પરિસ્થિતિ હશે. ભારતની professional છોકરીઓને કામવાળા વગર લગ્નનું વિચારી પણ શક્તી નથી અને ત્યાં scientist level ની છોકરીઓ પણ ઘરકામ કરી લે છે. ત્યાં scientist, doctors અને engineers ને સૌથી વધારે પગાર મળે છે પણ ઘરકામ કરવામાં પાછળ પડતા નથી.
અહીંથી ત્યાં લોકો કમાવા જાય છે તે બીજાના ઘરના કામ કરી પૈસા કમાય છે.
આ post એટલા માટે લખી કે પોતાના ઘરનું કામ કરવાથી કોઈ કામવાળા નથી થઈ જતા. અને ઘરના કામકાજમાં પતિ પાસે મદદ ની આશા રાખો છો પણ સંયુક્ત પરિવારમાં રહો તો સાસુ દેરાણી જેઠાણી મદદ કરે.
આજે છોકરીઓને ઘરે મદદ કરે તેવો છોકરો જોઈએ. હવે 10000-15000 કમાતી છોકરીને 40000-50000 કમાતો છોકરો જોઈએ. હવે તમારી કરતા વધારે કમાતો હોય તો તેને કામની જવાબદારી પણ તમારી કરતા વધારે હોવાની. જો તમને ઘરકામ નો ગમતું હોય કે નો સમય હોય તો તમારી કરતા વધારે કમાતો હોય તેને સમય થોડો હોવાનો? અને તમને સ્ત્રી થઈને કામ કરવું નો ગમે તો પુરૂષ ને થોડું જ ગમશે?
Practical કોઈ વિચારતુ નથી. મારા groups મા ઘણા professional છોકરાઓ બહુ ભણેલી છોકરીમાં બિલકુલ રસ નથી લેતા.
એક ઉદાહરણ આપું છું. એક M.D(dermatologist) બેન મારા group માટે મા હતા. તેમનો ભાઈ M.Tech(mechanical engineer) હતો તેણે બહુ ભણેલી છોકરીઓને ના કહી દીધી. મેં પુછ્યું તો મને professional છોકરીઓની માંગણી પર મોટું lecture આપ્યું એટલે મે સવાલ કર્યો કે તારી બહેન પણ આવી જ માગણી કરે છે. તો મને કહે એટલે જ હું સારી રીતે સમજી શકું છું મારે professional છોકરી નથી જોઈતી.
જો ખુદ તમારો ભાઈ જો તમારી વાત સાથે સહમત નો હોય તો પારકા દિકરો ક્યાંથી સહમત થવાનો?
વિચારો ......
Bhavin Kundaliya, Surat
9427265864
Comments
Post a Comment