Bewafa
मत पूछ मेरे सब्र की इंतेहा कहा तक है
तु सितम करले तेरी हसरत जहां तक है
वफ़ा की उम्मीद जिन्हें होगी उन्हें होगी
हमें देखना है कि तु बेवफा कहा तक है
બેવફા
અહીં પાત્રો અને શહેરના નામ બદલ્યાં છે
આજે એક એવી છોકરીની વાત કરવા માગું છું જેને માટે કયા શબ્દ વાપરવા તેજ સમજ નથી પડતી.
મહેશભાઈ શહેરના એક જાણીતા અને સન્માનનીય CA છે. તેને એકજ દિકરી શીતલ. એકની એક દિકરી એટલે લાડકી તો હોવાની જ.
શીતલ જ્યારે school મા ભણતી ત્યારથી પોતાની જ્ઞાતિના જ એક દિકરા સલિલ સાથે બહુ ગાઢ દોસ્તી. School પછી college મા આવતા એ દોસ્તી પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ. સલિલ Bcom પછી CA શરૂ કર્યું. Inter થયા બાદ શેર બજારની લાઈન હાથમાં આવી ગઈ. શેર બજારમાં સલિલ બહુ પૈસા કમાયો. શહેરના જે વિસ્તારમાં એક બંગલો હોવો ગૌરવની વાત હોય ત્યાં સલિલ ના ચાર-ચાર બંગલા થઈ ગયા. સલિલ બેટાઈ ની સફળતાના ચર્ચા શહેરમાં થવા લાગ્યા સાથે સલિલ અને શિતલના પ્રેમના પણ. શિતલના પિતાએ સલિલ અને શિતલની સગાઈ કરાવી દીધી. અને બધું બરાબર ચાલવા લાગ્યું.
પણ સમયના ગર્ભમાં શું છુપાયેલું છે કોને ખબર? સલિલના બંગલાના વાસ્તુ હતું. સલિલની બેન જેના લગ્ન થઈ ગયાં હતાં તે પણ હાજર હતી. ત્યાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મા અતિવિશ્વાસ ધરાવતી શીતલ અને તેની માતાને સલિલની બહેન સાથે ટસલ થઈ ગઈ. ત્યારે શીતલની માતાએ સલિલની બહેનને સંભળાવી દીધું કે આ કમાણી તો સલિલની છે તેમાં સલિલના મા-બાપ નો શું હક્ક? આ વાત સાંભળીને બધા ભડક્યા શું દિકરાની આવક પર મા-બાપ નો હક્ક નહીં અને માત્ર પત્નિ નો જ હક્ક? મા-બાપ જન્મ આપે ભણાવે ગણાવે કમાણી કરી શકે તેને લાયક બનાવે તેનો હક્ક નહીં? પણ ચાર ફેરા ફરે તેનો જ બધો હક્ક? આ વાત ખુદ સલિલ ને પણ ખટકી ગઇ. સંબંધો બગડવાની શરૂઆત થઈ ગઈ. શીતલ અને સલિલ વચ્ચેના ઝગડાને લીધે સલિલનુ ધ્યાન ધંધામાંથી હટયુ. મોટેભાગે પુરૂષો નુકશાન કરે તેમાં ઘરનો કંકાસ જવાબદાર હોય છે. શેર બજાર તૂટયું. કંકાસ થી કંટાળેલ સલિલનુ ધ્યાન નહોતું એટલે મોટું નુક્સાન થઈ ગયું. અને બધું વેચવાની નોબત આવી. સલિલ રોડ પર આવી ગયો. એટલે શીતલે સગાઈ તોડી નાખી.
સલિલ પોતાના ધંધા માટે મહેનત કરવા લાગ્યો અને શીતલ બીજા છોકરાઓ જોવા લાગી.
પણ આતો સમય છે શું કરે તે કોઈને ખબર નો પડે. સલિલ ને એક એવા વ્યક્તિનો contact થયો જેણે ફરી પાછું બેઠો થવામાં મદદ કરી. એક જ જ્ઞાતિના નાતભાઈ તરીકે મદદ કરી. અને સલિલની ગાડી પાટા પર ચડવા લાગી. તે ભાઇએ સલિલ ને એક ઠેકાણું દેખાડ્યું સલિલને હવે આગળ વધવું હતું. શીતલ છોડી ગઈ તેના ગમ માંથી બહાર આવી સગાઈ કરી આગળ વધ્યો.
પણ આ બાજુ શીતલ સલિલ જેવા છોકરાની અપેક્ષામાં કોઈ છોકરાને પસંદ નહોતી કરી શકી. તેને ખબર પડી કે સલિલ બેટાઈ ની સગાઈ થઈ ગઈ. એટલે સલિલ તેના હાથમાંથી જતો રહ્યો સલિલ ને ગુમાવી દીધો એવી feelings આવી. જ્યારે શીતલ ખુદ સલિલ ને છોડી ગઈ હતી તો આવી feelings શા માટે? ઘણીવાર ઘણા માણસોની mentality એવી હોય છે કે એકવાર જે તેનું હતું તે બીજા કોઈનું નો થાવું જોઈએ.
બસ તેતો સલિલ પાસે પહોંચી ગઈ અને તેના પ્યારની યાદ અપાવવા લાગી. સલિલ પણ પોતાનો પહેલો પ્યાર પાછો આવતા ભાવુક થઈ ગયો. અને બંને એ ભાગીને લગ્ન કરી લીધા. આ બાજુ શીતલ ના પિતાનો મગજ ગયો તે કહે કે કોઈપણ હિસાબે છૂટાછેડા કરાવો. કહે સલિલ કાંઈ કમાતો નથી. ભૂતકાળમાં સલિલ જે આવક હતી અને આજે જે આવક છે તેમાં ફેર હતો. સમાજ વચ્ચે આવ્યો કે સલિલ પણ ભણેલો છે તમારે કોઈ દિકરો નથી તો તેને તમારે ત્યાંજ નોકરીએ રાખી દો. તમારે ત્યાં બીજા માણસો કામ કરે છે તેમ કામ કરશે. કદાચ એક-બે હજાર વધારે આપો તો તમારો જમાઈ જ છે ને ! ?
ચાર પાંચ દિવસ થયા પછી સલિલ કહે મારે છૂટાછેડા જોઈએ. બધાએ પુછ્યું શા માટે? કહે હું આની સાથે એક મિનિટ પણ રહી શકું તેમ નથી. અને divorce થઈ ગયા. અમીર પરિવાર હોવા છતાં શીતલે સલિલ ની મમ્મી એ આપેલા ઘરેણાં પાછા નો આપ્યા. એક ઉદાસ મા ની હાય નીકળી ગઇ. આર્થિક નુકશાન પછી માંડ માંડ આગળ વધતા હોય ત્યાં આ મોટી રકમ છે.
પણ હજી એક ઔર કહાની બાકી હતી. સલિલ નું જે છોકરી સાથે થયું તે છોકરી શીતલને મળવા આવી તેણે કહ્યું કે તારે સાથે રહેવું જ નહોતું તો પાછી સલિલ ના જીવનમાં નો આવી હોત તો? હવે તેના પિતા divorcee સલિલ સાથે લગ્ન કરવા નહીં માને. તેણે શીતલ ને શ્રાપ આપ્યો કે તું ક્યારેય નહીં ઠરે.
આજે વર્ષો પછી પણ શીતલ નું partner search ચાલુ છે.
એક કુંવારો CA છોકરો ઘર જમાઈ બનવા તૈયાર થયો અને છોકરાના માતા-પિતાને ગામમાં થોડે દૂર ઘર રાખીને અલગ રહેવાનું પણ શીતલ ની માતાએ શરત રાખી કે છોકરાના માતા-પિતા ગામમાં નો જોઇએ. તે છોકરાએ સગાઈ કરવાનું માંડી વાળ્યું કે તો જ લગ્ન કરૂં જો બન્નેના માં બાપને રાખવાના.
એ પછી બીજો એક પાંચ વર્ષ નાનો છોકરો શીતલની સુંદરતા ના વખાણ કરી time pass કરી જતો રહ્યો. શીતલે છોકરાને પુછ્યું તો છોકરાએ કહ્યું કે મને પાંચ વર્ષ નાની છોકરી મળે તો પાંચ વર્ષ મોટી શા માટે લાવું. મતલબ તારા(શીતલ) કરતા દસ વર્ષ નાની છોકરી મળે છે. દસ વર્ષ યુવાન હોય દસ વર્ષ વધારે enjoy કરી શકું.
બેવફાઈ કોણ કોની સાથે કરે તે નક્કી નથી હોતું.
Bhavin Kundaliya, Surat
9427265864
જોરદારદાર
ReplyDeleteભલે નામ ને ગામ બદલીયા પરંતુ ઓરિજિનલ વાત સમાજ સુધી પહોંચાડી
આભાર
Deletekhub saras bhavin bhaai
ReplyDeleteખુબ ખુબ આભાર
DeleteRupia pachhal dodta samaaj ane samaaj ni chhokri o ni aavi haalat thavi e swabhavik chhe. Aama kai khotu nathi thayu. Pan aava case biji vaar na thai e jaruri chhe. Je thai gayu ene to Bhagwan pan nahi badli shake pan je thai shake chhe ema vichari ne aagal vadhvu e jaruri chhe . Shital ke ena jevi chhokri darek gyati ma chhe je matra potano j swarth jue chhe. Aavi vyakti ne thokar lage e pan jaruri chhe. “ TIT FOR TAT” e kudarat no niyam chhe. Jevu vavsho evu j lansho
ReplyDeleteનિયતિ પાસે કોઈનું ચાલતું નથી.
DeleteVery nice and real story but what happened about that boy and that girl they get married with each other or steel thay also suffering due to this
ReplyDeletesometimes people stuck in the life that's why no end to story.
Deleteઆભાર તમારો આ વાત ને સમાજમાં પહોંચાડવા બદલ
ReplyDelete