Female Social Worker
આધુનિક સમાજ સેવિકા
મારે એક કામથી એક NGO ની office મા જવાનું થયું. Woman empowerment માટે કામ કરતી સંસ્થા છે. સીધી વાત છે તેના પ્રમુખ પણ મહિલા જ હોવાના. આ મહિલા પ્રમુખ ને આપડે madam થી ઓળખીશું. હું ત્યાં હતો ત્યારે એક case આવ્યો કે છોકરીએ અન્ય જ્ઞાતિના યુવાન સાથે બહુ નાની ઉંમરે લગ્ન કરેલા. બંને સાથે ભણતા હતા અને પ્રેમ થઈ ગયો. તેને બે બાળકો પણ થયા છે પણ હિરામા મંદીને હિસાબે નોકરી નથી અને tension મા છોકરો દારૂ ની લતે ચડી ગયો. અને બંને વચ્ચે વાત છૂટાછેડા સુધી આવી. જ્યારે છોકરી બીજી જ્ઞાતિમાં લગ્ન કરે એટલે મા-બાપ ને ન ગમે અને કાંઈક વાંધો આવે એટલે મા-બાપ માથે ચડી જાય તેવું સાબિત કરવા કે અમે સાચા હતા. આજ case હતો પણ NGO ના પ્રમુખ madam બધા cases કરી કેમ છોકરાને સીધો કરાય, પગે પાડી દેવો, સલવાડી દેવો તેવી વાતો કરવા મંડ્યા એટલે મારાથી નો રહેવાણુ, મેં બધાને પુછ્યું કે છોકરી શું ઈચ્છે છે તેતો પુછો, તો તેના પિતા કહે કે તેને શું ખબર પડે? અને હવેતો અમે કહીએ એમ કરવાનું. મે જવાબ આપ્યો કે તમારો જમાઈ અત્યાર તો સુધી સારો હતો. તકલીફમા આવી ગયો અને વ્યસનની વાત છે તો તે મુક્ત થઈ શકે છે. અને આવા ખોટા કેસ કરી લગ્નના 8 વર્ષ પછી શા માટે છૂટું કરાવો છો? માત્ર તમારી જાતને સાચા સાબિત કરવા?
તે લોકો વિચારમાં પડી ગયા. અને ઘણી ચર્ચા પછી positive થયા.
પણ madam ને મારી દખલ નો ગમી.
આવી કેટલીય સમાજ સેવિકાઓ છે જે સમાધાન ને બદલે પગમાં પાડી દેવા માટે કાયદાનો દૂર ઉપયોગ શીખવાડતી હોય છે.
હવે આ madam વિશે થોડી વાત કરૂં. madam ને એક નાની 5 વર્ષની છોકરી છે. બહુ દેખાવડી. madam સાસુથી અલગ રહે છે પણ madam ખુદ પોતાની છોકરીનું ખ્યાલ નથી રાખતા. છોકરી સવારે school જાય અને પાછી આવે દાદીના ઘરે રાત્રે madam ના husband લઈ જાય ત્યાં સુધી દાદી પાસે રહે. એટલે દાદી ખવડાવે, પીવડાવે આખો દિવસ રાખે. દાદી એટલે madam ના સાસુ. રાત્રે છોકરી રડતી હોય તો madam ક્યારેય પણ છોકરીને દુધ ભરી દેવા ઉભા નો થાય પણ તેનો વર થાય. madam ની છોકરી છી જાય તો 65 વર્ષના સાસુ ઉભા થાય પણ 35 ની madam ઉભી નો થાય. આજુબાજુના પડોશીઓ મજાક કરે કે આમાં વહુ એ સાસુ છે અને સાસુ એ વહુ છે. અને madam ની છોકરી વિશે એવું કહે કે છોકરીને જન્મ madam એ નહીં પણ દાદીએ આપ્યો છે.
madam ગામ આખાના અનાથ બાળકોની ફીકર કરશે પણ તેનું ખુદનું બાળક બિમાર હશે તો madam ના સાસુ, સસરા દવાખાને લઇ જશે. લાખો અનાથ બાળકોની મા બનનાર તેના ખૂદના બાળકની મા બનતી નથી. તેનું બાળક school મા બીજા બાળકોને તેની માતા વ્હાલ કરતી જુએ તો એક ખાલીપો અનુભવે. આ બાળક પ્રેમનું એટલું કોઈ જરાક પ્રેમથી બોલાવે તો તેની પાસે જતું રહે. અને કોઈ ignore કરે તો નિમાણુ બની જાય. madam હજારો અનાથ બાળકો ની મા બની social media મા photographs share કરે ત્યારે તેનું બાળક દાદીને mobile બતાવીને કહે જો મમ્મી છે. અને ઉદાસ થઈ જાય. પ્રતિષ્ઠા ની પાછળ ભાગતી આ madam તેના બાળકની તકલીફ નથી જોઈ શકતી. પણ madam ની સાસુને બહુ દુઃખ થાય.
madam એક સમાજ સેવિકા છે. તે સાસુથી અલગ રહે છે. પણ તેની દિકરી આખો દિવસ સાસુ પાસે જ હોય. madam ને સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા awards મળે છે. madam ને રસોઈ બનાવવી ગમતી નથી. ના પતિ માટે ના તેની ખુદની દિકરી માટે madam ચોખ્ખું કહે છે કે આ ચુલા ચૌકા નહીં થાય. રોજ hotels મા જમવાનું. અને સાસુ ખર્ચા વિશે કહે તો સાસુ ને જવાબ આપે કે તેનો વર કમાય છે. અરે તારા વરને જન્મ આપ્યો, પેટે પાટા બાંધી ભણાવી ગણાવી engineer બનાવ્યો, મોઢેથી કાઢીને કોળિયો ખવડાવ્યો ત્યારે કમાતો થયો. અઠવાડિયે એકવાર hotel મા જાવ પણ આતો અઠવાડિયે એકવાર ઘરમાં રાંધે.
બીજા NGO વાળા કહે છે કે મદદ માટે madam પાસે જાવ ઘર ભાગવાની guarantee. madam ની સલાહો ક્યારેય કોઈનું ઘર ચાલવા નો દે. કાંઈ બધે madam ની સાસુ જેવી બધી સાસુ નો હોય.
ઘણીવાર આવી મહત્વાકાંક્ષી સ્ત્રીઓ જે જોયા પછી સલાહ આપું કે આટલી બધી મહત્વાકાંક્ષી સ્ત્રીઓ એ લગ્ન ન કરવા જોઈએ. આવી સ્ત્રી માત્ર શરીરથી સ્ત્રી હોય છે. બાકી ભાયડાછાપ કહેવાય.
એક પુરૂષની જેમ પૈસા અને નામ માટે ભટક્યા કરવું.પોતાની જણેલી દિકરી માટે મમતા નો હોય આવી વાંઝણી રહે તોયે કાંઈ ખોટું નો કહેવાય.
આજે મોટાભાગની નોકરી કરતી છોકરીઓની માનસિકતા આવી જ થતી જાય છે. ઘરની જવાબદારી થી ભાગવાની વૃત્તિ કે સંપૂર્ણપણે જવાબદારી નો ઈંકાર કરવો. સારા શબ્દોમાં કહીએ તો પુરૂષ જેવી સ્ત્રી પણ કાઠિયાવાડી મા કહું ભાયડાછાપ. ક્યારેય બે પુરૂષના લગ્ન નો થાય કોઈને આવી પુરૂષ જેવી સ્ત્રી નો ગમે. આ વાત માબાપે જરૂર સમજવી જોઈએ.
Bhavin Kundaliya, Surat
9427265864
સાચી વાત છે. પારકી પંચાયત માં જરસ છે.સનાતન સત્ય છે.
ReplyDelete