Me Too
આ post છોકરીઓએ ખાસ વાંચીને share કરવા જેવી છે.
વાત જુની છે પણ share કરૂં છું. થોડા મહિનાઓ પહેલાં એક divorcee છોકરીનો contact થયો હતો. એક school મા job છે. છોકરીએ પોતાનું એક ઘર લીધું છે અને મા-બાપ નો ખ્યાલ રાખે છે. ત્રણ ત્રણ વાર divorce પછી એક જાતની હતાશા નો ભોગ બની હતી. સંજોગોવશાત divorce થવા એ તમારી નિયતિ માં હોય છે તેની સામે તમારૂં કઈ ચાલતુ નથી. માં બાપનું single child તરીકે એક ફીકર હોય અને સામે મા-બાપ ને પણ ફિકર હોય કે કોઈ ભાઈ-બહેન નથી અને કુટુંબે સંબંધો તોડી નાખ્યાં છે તેમના મૃત્યુ પછી તેમની દિકરીનું શું થશે? છોકરી માત્ર મા-બાપ ના આગ્રહને વશ થઈ લગ્ન કરવા માંગતી હતી. તેની અંદરની ઈચ્છા મરી પરવારી હતી. તેની હતાશા નું કારણ તેના divorce નહીં પણ કોઇએ કરેલો વિશ્વાસઘાત હતો.
છોકરીના ત્રણ divorce પછી સૌરાષ્ટ્ર છોડી અમદાવાદ જેવા શહેરમાં શિક્ષિકાની નોકરી ચાલુ કરી. તેના ઘણીવાર divorce થવાથી સારૂ પાત્ર મળે તો ઉંમરમાં બાંધછોડ કરવા તૈયાર હતી. ત્યાં તેને એક doctor નો પરિચય થયો. તે છોકરી કરતા દસેક વર્ષ મોટો હતો પણ doctor આર્થિક રીતે સધ્ધર અને તેના પરિવારમાં બધા doctors હતા. છોકરાની એકદમ મીઠી બોલી અને સારી સારી વાતોમાં છોકરી આવી ગઈ. બંનેની મુલાકાતો વધતી ગઈ. એખબીજાના ઘરે આવનજાવન શરૂ થઈ ગઈ, છોકરીને છોકરાના mummy સાથે સારૂ જામવા લાગ્યું. ધીરે ધીરે ઔપચારિક મુલાકાતો ગાઢ દોસ્તીમાં પરિવર્તિત થઇ અને ક્યારે મર્યાદા ઓળંગાઈ ગઈ ખબર નો રહી. છોકરી વારેવારે લગ્ન ક્યારે કરશુ પુછવા લાગી. છોકરાનો જવાબ કે નાની બહેનના લગ્ન થાય પછી.
પણ છોકરાને તો Matrimonial sites પરથી નવી નવી મળી રહેતી. અને છોકરો એક પછી એક છોકરી બદલી નાખતો. પોતે doctor હતો, સારી આવક, દેખાવ પણ સારો એટલે છોકરીઓ આગળ પાછળ ફર્યા કરે. અને દરેક છોકરી સાથે આવું કરે. એક સાથે અનેક friends રાખે. ધીરે ધીરે છોકરા છોકરી વચ્ચે મુલાકાતો ઓછી થવા લાગી. છોકરો busy હોવાનું બહાનું કાઢી દુર થતો ગયો. પણ છોકરીના મનમાંથી નીકળી નો શક્યો.
પણ ખોટું ક્યાં સુધી ચાલે. છોકરીને શંકા જવા લાગી અને તપાસ કરતા તેના જેવી કેટલીએ હતી. આઘાત પામેલી છોકરી વિશ્વાસ જ ન કરી શકી કે તે આવો હોઇ શકે.
પણ સત્ય સ્વિકાર્યા વગર છૂટકો જ નથી. એટલે તેના માબાપે બીજા છોકરા જોવાનું ચાલુ કર્યું. એકવાર એક ઠેકાણા ની વાતચીત ચલાવતી વખતે મારી પાસે બધી ચોખવટ કરી. મેં તેને છોકરાને expose કરવા કહ્યું પણ છોકરી હિમ્મત નો દાખવી શકી. અને તેનું ગોઠવાઈ જતા ગૃપમાથી નિકળી ગઈ. પણ પહેલો છોકરો આજેય શિકાર શોધ્યા કરે છે.
મોટેભાગે છોકરીઓ આગળ આવતી નથી. અને જ્યારે લોકો સહકાર આપવા તૈયાર હોય તો પણ વિરોધ નોધાવતી નથી. અને degree, રૂપિયા અને દેખાવ ના જોરે કેટલીએ છોકરીઓ ને ફસાવતા લોકો ખુલ્લા ફરે છે.
Be aware
Bhavin Kundaliya, Surat
9427265864
Comments
Post a Comment