Addiction (વ્યસન)

Social News: Need a campaign for de-addiction થોડા દિવસ પહેલા એક divorce છોકરા સાથે કુંવારી છોકરીની વાત ચલાવી, સમય સાથે વધતી ઉંમર અને educated છોકરાઓની અછતને લઈ ઘણી છોકરીઓ સમાધાન કરવા તૈયાર થાય છે, આવી જ એક છોકરીની વાત મેં ચલાવી
છોકરીએ ઘણા દિવસો સુધી વાત કરી, છોકરો છોકરી બંનેને અનુકૂળ આવતા છોકરીના ઘરે વાત થઈ અને રૂબરૂ મુલાકાત પણ ગોઠવાઈ
આ દરમિયાન છોકરાનો પગાર દિકરી ના પિતાને ઓછો લાગ્યો, છોકરી તેના પરિવાર ને મનાવતી હતી, અને વધતી ઉંમર સાથે સમાધાન કરવા તૈયાર હતી
પણ વાતચીત દરમિયાન છોકરીને છોકરાના વ્યસન ની જાણ થઈ, છોકરીના એક કુટુંબી ભાઈનુ પણ વ્યસન ને હિસાબે મૃત્યુ થયું હતું અને ભરયુવાનીમાં મૃત્યુ થતાં પત્નિ અને બાળકો રખડી ગયા, તે છોકરીની નજર સામે બધુ બન્યું, એટલે છોકરી હતાશ થઈ ગઈ, છોકરીએ મને બધી વાત કરી અને finally આ વાત પુરી થઈ
વ્યસનને હિસાબે સેંકડો પરિવાર રઝળી ગયા છે, વ્યસન પછી થતી બિમારીમા લાખો રૂપિયા બરબાદ થાય છે અને છેલ્લે પિડા દાયક મૃત્યુ, શા માટે educated લોકો પણ વ્યસન નથી છોડી શકતા? પોતાના પરિવારના ભવિષ્ય માટે પણ નહીં
આ બાબતમાં હું છોકરીઓની favour માં છું‌. તમને અધવચ્ચે છોડી દે તેવાને ના કહી દો, વ્યસની વ્યક્તિ ક્યારેય છેલ્લે સુધી સાથ નહીં આપી શકે, અને અભણ હોય તો સમજ્યા પણ ભણેલ ગણેલ વ્યસનમુક્તિઆવું કરે તે કઈ રીતે સમજાય? ભણેલ વ્યક્તિ જાત નિયંત્રણ કરી જ શકે. સમાજને વ્યસનમુક્તિ અભિયાનની જરૂર છે.
Bhavin Kundaliya, Surat
9427265864

Comments

  1. છોકરીઓ સાથે સાથે વડીલો ને પણ સમજવા જેવી છે .

    ReplyDelete
  2. Bhay vagar samaj nahi sughre

    ReplyDelete
  3. આપની વાત સાચી છે ભાવિનભાઈ. આજના હાલ નાં સમય માં વ્યસન સૌથી મોટુ દુષણ છે, પછી તે ગમે તે વ્યસન હોય.

    ReplyDelete
  4. ભયંકર દુષણ છે વ્યસનોનું આપણાં સમાજમાં દારૂ અને પાર્ટીઓમાં જવું પોતાની ઓળખ અગર સ્ટેટસ સમજવા લાગ્યા છે અને ઘણા બ્લેક મેઈલિંગનો ભોગ બનેછે અને આખો પરિવાર તબાહ થતો હોય છે.

    ReplyDelete
  5. ભયંકર દુષણ છે વ્યસનોનું આપણાં સમાજમાં દારૂ અને પાર્ટીઓમાં જવું પોતાની ઓળખ અગર સ્ટેટસ સમજવા લાગ્યા છે અને ઘણા બ્લેક મેઈલિંગનો ભોગ બનેછે અને આખો પરિવાર તબાહ થતો હોય છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Vote Bank Politics