English is a language not a measure of intelligence

Social News: કોઈ એવો પ્રસંગ બને કે joke થઈ જાય, સામેવાળાની અજ્ઞાનતા પર હસવું કે ગુસ્સે થવુ?
એક engineer છોકરી 35 ની થતા let go કરવા તૈયાર થઈ અને મને B.Com વાળા સાથે વાત ચલાવવા કહ્યું
મેં call કર્યો, છોકરાના mummy એ ઉઠાવ્યો, મેં બધી વાત કરી એટલે તેમણે પુછ્યુ કે છોકરી English medium માં ભણેલી છે?
મને સવાલ સમજાયો નહીં, પણ તે બહેન વારેવારે પુછતા મેં કહ્યું કે બહેન છોકરી engineering college માં professor છે, તો બહેન કહે કે મારો બાબો through out English medium માં ભણેલો છે અને અમારે પણ એવી છોકરી જ જોઈએ છે
મેં કહ્યું કે માસી છોકરી 12th સુધી ભલે ગુજરાતી માં ભણી પણ engineering English માંજ થાય, અને engineering college મા professor છે તો ત્યાં પણ English માંજ lecture આપવું પડે
English medium માં ભણવાથી B.Com વાળાની value engineer કરતા નથી વધી જતી
માસી પાસે કોઈ જવાબ નહોતો એટલે કહે‌ કે હું તમારી પર ફોન કરાવીશ
મોટેભાગે megacity અને  metrocity માં English નો craze વધતો જાય છે, ખબર નહીં લોકો વ્યક્તિ ની માણસાઈ અને talent ને બદલે English ને કેમ આટલુ મહત્વ આપે છે?
એક candidate એ મને matrimonial site પર એક છોકરીની profile નો screenshot મોકલ્યો, તેમાં છોકરીએ લખ્યું હતું કે English માં fluent હોય તેવા છોકરાઓ contact કરે જેથી મારી feeling બરાબર સમજી શકે
ખરેખર feeling ને express કરવા અને સમજવા માતૃભાષા થી વધારે સારી બીજી કોઈ ભાષા  કેવી રીતે હોઈ શકે?
વિચારજો કોઈ વાર foreign language ના craze મા સારૂ પાત્ર નો જતું રહે
ડોલર સામે રૂપિયો સસ્તો થાય એટલે અંગ્રેજી સામે ગુજરાતી સસ્તી નો થાય
Bhavin Kundaliya, Surat
(9427265864)

Comments

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Bewafa