નવો કુરિવાજ

એક સગાઈ મારા group દ્વારા થઈ, છોકરો અમદાવાદ રહેતો હતો અને છોકરી કચ્છની પણ અમદાવાદમા નોકરી કરતી હતી, બંને Engineer હતા, સગાઈ કરતી વખતે છોકરાના પિતાએ ચોખવટ કરી હતી કે અમે 6 ભાઇઓ છીએ અને મારા પિતાને પણ 7 ભાઈઓ છે, મારે 150 માણસનું કુટુંબ છે, ત્યારે છોકરીવાળાએ કોઈ વાંધો નહીં તેવુ કહ્યું.

સગાઈ પછી છોકરી ફોન પર છોકરાને વારંવાર દબાણ કરવા લાગી કે તમને છોકરીવાળાની કઇ પડી નથી અને આટલા માણસો જાનમાં લઈને આવો છો વિગેરે વિગેરે

આ વાત છોકરાએ પોતાનો પિતાને કરતા છોકરા પિતાએ પોતાના વેવાઈને ફોન કર્યો અને વાતચીતમાં શું જરૂર છે? કોઈ આર્થિક તકલીફ હોય તો બોલો તેવું પુછતાં છોકરીના પિતાએ કહ્યું કે ભગવાન ની દયા છે, ધંધો સારો છે અને દિકરાને સરકારી નોકરી છે.

છોકરાએ છોકરીને વાત કરી કે તારા પપ્પા તો ના કહે છે કે મારે કોઈ જરૂર નથી, છોકરી અકળાઇ ગઈ અને તેની મમ્મી સાથે વાત કરવા કહ્યું, એટલે છોકરાની મમ્મીએ છોકરીના મમ્મી સાથે વાત કરી એટલે છોકરીના મમ્મી એ સાફ સાફ કહી દીધું કે 40 માણસથી વધારે લોકો જાનમાં નહીં લાવતા, સામે છોકરાના મમ્મીએ સવાલ કર્યો કે તમને સગાઈ કરતા પહેલા જ પુછ્યું હતું અને તેમ છતાં તમને offer પણ કરી કે અમદાવાદ આવી જાવ પણ ત્યારે તમે કેમ કાંઈ નો કહ્યું એટલે છોકરીના મમ્મીએ જવાબ આપ્યો કે અમારે 450 માણસતો માંડવે જ થાય છે તો ફરી પાછો છોકરાના મમ્મીનો સવાલ કે અમારા તો ખાલી 150 જ આવવાના છે, બંને મમ્મીઓ વચ્ચે બહસ થઈ ગઈ.

છોકરાના પિતાએ છોકરીના પિતાને ફોન કરી કહ્યું કે અમે માત્ર 11 લોકો આવીએ અને અમદાવાદમાં reception અમારા ખર્ચે કરીએ તો છોકરીના પિતાએ કહ્યું કે તમે ખાલી 11 લોકો આવો તો ગામમાં મારી આબરૂ જાય.

છોકરાના પિતાનો મારી પર સલાહ લેવા ફોન આવ્યો અને બધી વાત કરી એટલે મેં મહાજનનમા જઈને મહાજનના સભ્યોને સાથે રાખી ઉકેલ લાવવા કહ્યું અને છોકરાના પિતાને કહ્યું કે તમે સધ્ધર છો તો યા તો અમદાવાદમાં તમે પ્રસંગ કરી દો યા તો તમારા માણસોનો બધો ખર્ચ છોકરી વાળાને આપી દો, છોકરાના પપ્પા સહમત થયા અને મહાજનમા meeting થઈ, મહાજનની હાજરીમાં છોકરીના મામા બસ 40 જણા જ લાવવાના તેવી જીદ લઈને બેઠા, મહાજનના સભ્યો કહે તમે ત્યાં 450 લોકોને આમંત્રણ આપો છો તેમાં કાપ કેમ નથી મુકતા

છોકરાવાળાની તકલીફ એ હતી કે જો લઈ જવા હોય તો પુરેપુરા 150 લઈ જવા પડે અથવા માત્ર 11 ને લઈ જાય પણ જો 40 ને લઈ જાય તો બાકીના કુટુંબીઓ સાથે સંબંધ બગડે, અને એ માટે છોકરાવાળા એ સગાઈ પહેલા જ ચોખવટ કરી હતી, સામે જો અમદાવાદમાં લગ્ન રાખે તો બધો ખર્ચ છોકરાવાળા ઉઠાવી લેવા તૈયાર હતા, અને જો કચ્છમા જાન લઈને જાય તો જાનૈયા નો જે ખર્ચ થાય તે બધો ખર્ચ દેવા તૈયાર હતા પણ છોકરી વાળા નો‌ માન્યા અને છેલ્લે સગાઈ તૂટી

પણ કહાની હવે શરૂ થાય છે, મહાજનની હાજરીમાં સામાનની અદલાબદલી થઈ ગઈ, અને પંદર દિવસ પછી છોકરીનો સગાઈ તોડવા માટે પૈસાની માગણી કરતો ફોન આવ્યો, છોકરાના પિતાએ મને અને મહાજન માં ફરિયાદ કરી, મારો સ્પષ્ટ જવાબ હતો કે સગાઈ તોડવાના પૈસા નો હોય

તો પણ છોકરીના મામા ધમકાવતા હતા, છેવટે મેં પોસ્ટ લખી નવા જમાનાનો કુરિવાજ

સૌથી પહેલા સમજો કે વર્ષો પહેલાં સ્ત્રીઓ ભણેલી નહોતી, તેમને છૂટાછેડા આપી દો તો કોઈ પુરુષ તેમનો હાથ નો પકડતો, માટે સરકારે કાયદો કર્યો અને સ્ત્રી ને રક્ષણ આપ્યું

પણ આજની સ્ત્રી ભણેલી છે, નોકરી કરી કમાય છે, અને છૂટાછેડા પછી પણ લગ્ન કરી શકે છે, તો આવ છૂટાછેડા મા શા માટે પૈસા આપવા?

Court દ્વારા judgement આવેલા 2 case છે, એકમાં કોર્ટે એવું કહ્યું કે તમે જીવનનિર્વાહ જેટલી રકમ માંગી શકો, તમારી ઐયાશી પુરી કરવા પતિ બંધાયેલો નથી, બીજા કેસમાં  પત્નિ દ્વારા કેસ થતા પતિની નોકરી જતા પત્નિની નોકરી હતી તો પત્નિએ ભરણપોષણ પતિને આપવું

પણ આજકાલ સગાઈ તોડવાના 15 લાખ અને છૂટાછેડા ના 2 કરોડ અપાયા તેવી માહિતી મળી, એટલે આ પોસ્ટ લખવી પડી

એક જમાનો હતો જ્યારે સ્ત્રીઓ પર અત્યાચાર થતો હતો આજે પુરૂષ પર થાય છે, આપડે balance કરતા ક્યારે શીખશુ? શું પુરૂષ માત્ર શારિરીક અને આર્થિક જરૂરિયાત માટે જ છે?

Comments

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Vote Bank Politics