મોટી ઉંમરના single લોકોની તકલીફ
ઘણા એવા લોકો અમારો contact કરતા હોય છે જેમની ઉંમર લગભગ અડધી વિતી ચૂકી હોય છે અને group માં bio-data ન મુકવા અને personal માં કોઈ ઠેકાણું હોય તો બતાવવા કહે છે
આ લોકોની તકલીફ સાંભળીએ તો ખરેખર દયાજનક હાલતમાં જીવતા હોય છે, પૈસા હોવાથી સુખી નથી થવાતું તેના ઉદાહરણ આ લોકો છે
એક-બે ઉદાહરણ આપી સમજાવવા પ્રયત્ન કરૂં છું
એક બહેન છે, બધા ભાઈ-બહેનો માં સૌથી મોટા, divorce થયા, બે દિકરીઓને ધામધૂમથી પરણાવી, હવે એકલતા છે, બધી બહેનો ના લગ્ન થઇ ગયા છે, ભાઈઓ પણ તેના બાળકો સાથે તેના સંસારમાં વ્યસ્ત થઈ ગયા છે, આ બહેનના divorce ઘણા સમય પહેલા થઇ ગયા છે, ઘણા સમયથી તેમના માટે યોગ્ય પાત્ર શોધવાનો પ્રયાસ થતો હતો પણ જ્યારે કોઈ ઠેકાણું તેમને અનુકૂળ આવે ત્યારે તેમના ભાઈ બહેનો એવું કહે કે તમે સૌથી મોટા છો તો અમે તમને શું કહીએ? તમે મોટા છો તો તમેજ નિર્ણય લો, હવે એક સ્ત્રી પોતાના જ લગ્ન નો નિર્ણય એકલા કેવી રીતે લે? તેમને કોઈ તો એવું જોઈએ કે જે એમ કહે કે બહેન તમારો નિર્ણય બરાબર છે આગળ વધો, સમાજ માં આવા કેટલાય પાત્રો હશે જ્યાં મોટી બહેને માતા-પિતા ની ગેરહાજરી માં પોતાના ભાઈ-બહેનો ને set કરી આપ્યા પણ પોતે છેલ્લે એકલતાનો ભોગ બની હોય, આવા લોકોને છેલ્લા વર્ષોમાં એક સાથ અને હૂંફની જરૂર હોય છે, જેને પોતાનું કહી શકાય એવા અંગતની જરૂર હોય છે, પણ નાના કાયમ નાના રહે ક્યારેય મોટા નો થાય
બીજો એક કિસ્સો એવા ભાઈનો છે જેમને બે બાળકો છે, મોટા દિકરા ના લગ્ન થઇ ગયા, દિકરી હજી ssc માં છે, પત્નીનુ એક લાંબી બિમારી માત્ર મૃત્યુ થયું, હવે ઘરમાં વહુ છું, સસરાને કોઈ ચીજની જરૂર હોય તો પત્ની ને કહેતા પણ હવે કોને કહે, ક્યારેય ચા પિવાની ઇચ્છા થઇ કે કાંઇ ખાવાનું મન થયું તો શું કરે? આ ભાઇના લગ્ન નાની ઉંમરમાં થયા હતા, અને પત્ની બિમાર હતી અને પત્ની ને વહુ જોવાની ઈચ્છા હતી માટે દિકરાને પણ નાની ઉંમરે પરણાવી દીધો
આવા cases માં સ્ત્રી કરતાં પણ વધારે ખરાબ હાલત તો પુરુષ ની હોય છે, ઘરમાં વહુ હોય એટલે બહુ મર્યાદા માં રહેવું પડે, ઘરમાં કોઈ વાતમાં બોલી પણ નો શકાય, કાંઈ બોલે તો સાસરો કચકચ કરે તેવી વાત થવા માંડે, અને આવી સ્થિતિમાં તો ચા પિવાની ઇચ્છા પણ બોલી નો શકે કે વહુની હાજરી માં જાતે કીચનમા જઈ બનાવી શકે
આવી વાતો કોઈ જોઈ પણ શકતુ નથી
આવા કેસમાં તેમના ફરી લગ્નની વાત કરીએ તો કુટુંબ માં ઘણા લોકો હસવા લાગે પણ તેમની તકલીફ જોવાની બૌધિક ક્ષમતા નથી હોતી
આવા લોકોને પણ એક વાત કહીશ કે આજનો જમાનો Breaking News નો છે, લોકો ચાર દિવસ તમારી વાત કરશે પણ કોઈ નવા Breaking News આવતા તમારો Topic ભૂલાઈ જશે
તમે એક વખત ખુલીને આગળ આવો, માત્ર થોડા સમય માટેની તો વાત છે, તમારૂં થઈ જાય પછી ક્યાં તમારે bio-data મુકવા છે?
તમારી જીવનની આખરી પળોને ગુમનામી અને એકલતા ને બદલે જીંદાદિલી થી વિતાવો
Bhavin Kundaliya, Surat
9427265864
very good...
ReplyDelete