લગ્ન વ્યવસ્થા
લગ્નવ્યવસ્થા શા માટે? Social News: why need marriage System?
આજના pseudo feminist લોકો લગ્નવ્યવસ્થા ને ગુલામી ગણાવે છે, તે લોકો માત્ર પોતાના videos share થાય, તેમને lectures માટે તગડી fees આપીને બોલાવવામાં આવે અને social media મા તેમની fan clubs ના groups બને અને તેમનો ધંધો ચાલે, પણ સમાજ ભલે તૂટી જાય અને પછી છેલ્લે ભલે સ્ત્રીઓ નું જ નુકશાન થાય.
કોઇની પણ સહાનુભૂતિ જીતવા ખાલી તેમને અહેસાસ કરાવો કે તેમની સાથે બહુ અન્યાય થયો છે, બસ તમે જે કહેશો તે બધું કરવા તૈયાર થશે, તમે તેમના મસીહા માનવા લાગશે.
નેતાઓ આવું જ કરે છે, અને આ feminist પણ
લગ્નવ્યવસ્થા ખરેખર સ્ત્રીઓ ના રક્ષણ માટે છે, જ્યારે ઉત્ક્રાંતિ થઈ ને સંસ્કૃતિનો વિકાસ થયો એટલે સૌથી પહેલાં સમાજ વ્યવસ્થા અમલમાં આવવા લાગી જેમાં સ્ત્રી સાથે સંબંધ રાખ્યા પછી બાળકોની જવાબદારી લેવાને બદલે બીજી સ્ત્રી શોધતા પુરૂષો પર અંકુશ રાખવા લગ્નવ્યવસ્થા અમલમાં આવી. જેમાં પુરૂષો પર જવાબદારી નાખી દેવામાં આવી કે જે સ્ત્રી પસંદ કરો તેની સાથે લગ્ન કરી સ્ત્રી અને બાળકોની જવાબદારી પણ લો, કુદરત female child ને વધારે જન્મ આપે છે, તમે જોયું હશે ઘણાને ત્યાં પાંચ દિકરી પછી એક દિકરો થયો હોય, પુરૂષો પાસે શારિરીક શક્તિ છે તે પરિવાર ના રક્ષણ માટે છે, જેમાં વૃધ્ધ મા-બાપ પત્નિ બાળકો વિગેરે
પણ આજે જે woman empowerment નો overdose થઈ રહ્યો છે તેમાં આ વાત ભૂલાઇ ગઇ કે વગર લગ્ને સંબંધ રાખવાથી ફાયદો પુરૂષો નો છે જે જવાબદારી માંથી મુક્ત થઈ જાય છે, આ વાત સ્ત્રીઓ સમજી લે.
ઘણી સ્ત્રીઓ એવું વિચારતી હોય કે તે ભણેલી છે અને પોતાનો નિર્વાહ કરવા સક્ષમ છે અને લગ્નની જરૂર નથી પણ ક્યાંકને ક્યાંક પુરુષને સ્ત્રી ની અને સ્ત્રીને પુરૂષની જરૂર હોય જ છે, પછી ભલે ભાઇના સ્વરૂપે કે પિતાના સ્વરૂપે હોય.
માણસ એક સામાજિક પ્રાણી છે જો સમાજ નિકળી જાય તો ખાલી પ્રાણી છે
સમાજ વ્યવસ્થા નો છેદ ઉડાડતા પહેલા નફા નુકશાન ના લેખાંજોખાં કરી લેજો
Comments
Post a Comment