Ragging

Social news: Ragging in family is one problem of Society અમારી પાસે કાંઈક ને કાંઈક એવી ઘટનાઓ આવતી હોય છે કે સમાજને એનાથી અવગત કરાવવો અને તેના જેવું કરનારા બીજા લોકોને પણ પોતાની ભૂલ ની ખબર પડે, અને કાંઈક સુધારો આવે
જ્યારે કોઈ વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ અર્થે બીજા શહેરમાં જાય ત્યાં hostel માં રહેવું પડે, college hostel માં senior students પોતાના junior students ને ખોટી રીતે હેરાન કરે, સૌથી પહેલા તો intro ના બહાને તેની પાસે  કોઈપણ પ્રવૃત્તિ કરાવે, અને પછી પોતાને કરવાના કામ પણ junior પાસે કરાવે જેને raging કહેવાય
જ્યારે હું કોલેજમાં senior હતો ત્યારે મેં raging નો વિરોધ કરી મારા મિત્રો ને રોક્યા, એટલે તે લોકોએ દલિલ કરી કે અમારી પર પણ અમારા senior દ્વારા આવું થયું હતું, મારો જવાબ હતો કે તમારી પર જે થયું તે તમને નહોતું ગમ્યું તો તમે પણ બીજા સાથે એવું શા માટે કરો છો કે જે તમને પણ નથી ગમતું, બીજાને પીડા આપી આનંદ મેળવવો એ મનોવિકૃતિ છે
આવું હજી પણ ઘણા ઘરમાં થાય છે, ઘણી સાસુ એવી દલિલ કરતી હોય કે એમને તો નથી કે કૂવા પરથી પાણી લાવવું પડતું, પણ આજે તમારા ઘરે water connection છે અને ઘરે બેઠા પાણી આવે તો સારી વાત છે ને કે તમારી વહુ કે દિકરી ને ઓછી તકલીફ, તમને જે તકલીફ પડી તેમને નો પડે તેવી માણસાઇ રાખોને, તમારી સાસુનું જે વર્તન તમને નહોતું ગમતું તે તમારી વહુ સાથે શા માટે કરો છો? જેમ તમને તમારી સાસુ માટે અભાવો કે નફરત આવી તે તમારા માટે તમારી વહુના મનમાં શા માટે આવવા દો છો?
જો કે આવા વિચારો માત્ર 5-7% લોકોના હશે બાકી આજની મોટાભાગની સાસુઓ છૂટછાટ આપતી થઈ ગઈ છે
બીજી વાત એવી બની કે કાલે એક છોકરીના ભાઈએ મને screenshots અને recording મોકલ્યું તેમાં એક છોકરો ગમે ત્યારે છોકરીના ભાઈને message કરે, already છોકરીના પિતાએ કહી દીધું હતું કે કુંડળી નથી મળતી એટલે આગળ નથી વધવું, તો પણ message કરતા છોકરીના ભાઈએ WhatsApp પર messages કરી ના પાડી તો પણ સમજતો નથી અને પાછો message કરે છે એટલે છોકરીના ભાઈએ call કરી વાત કરી તો સામે દાદાગીરી થી વાત કરે છે
તમારો અભ્યાસ ભલે ઓછો હોય પણ ખાનદાની ઓછી રાખશો તો ક્યારેય મેળ નહીં પડે
સામેવાળો શું કહે છે તે પહેલાં સમજી લો,
અમુક લોકો એટલા ભયંકર અભણ હોય છે કે English alphabet માં લખેલું ગુજરાતી પણ નથી સમજાતું
ઘણા છોકરાઓ માં અભ્યાસ ઓછો છે છતાં સારૂ અંગ્રેજી લખી જાણે છે અને બોલવાની લઢણ પણ રઘુવંશી ને શોભે તેવી વિનમ્ર હોય છે
પણ આવા  2-4% ને હિસાબે સમાજના બધા લોકોનું ખરાબ દેખાય છે
તો ભલે અભ્યાસ ઓછો હોય પણ તમારી ભાષામાંથી તમારી શાલિનતા નક્કી થાય છે, તમારૂં બૌધિક સ્તર, તમારી ખાનદાની આની ઉપર જ નક્કી થાય છે
મિત્રો આ બે પ્રસંગો ને વધારે કાંઈ લખ્યા વગર તેનો સાર લખ્યો છે
Post સમજાય તો forward જરૂર કરશો
Bhavin Kundaliya, Surat
9427265864

Comments

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Bewafa