Orthodox

રૂઢિચુસ્ત

(નોંધ: અહીં પાત્રોના નામ બદલ્યાં છે)

મારી પર હરેશભાઈ નો ફોન આવ્યો તેના દિકરાનુ કરવાનું હતું અને એક છોકરી વિશે ફરિયાદ કરતા હતા કે છોકરીવાળા કેવા કેવા જવાબ આપે છે, મને વધારે માહિતી નો આપી પણ થોડી થોડી માહિતી આપી એટલે મેં છોકરીને ફોન કર્યો, છોકરીએ બધી ચોખવટ કરી

છોકરીના પિતા રાજેશભાઈ પર છોકરાના પિતા હરેશભાઈનો ફોન આવ્યો, વાતચીતમાં હરેશભાઈએ એવું કહ્યું કે તેમને એક દિકરી છે તેનું પણ કરવાનું છે, રાજેશભાઈએ એવું કહ્યું કે તેમના સંબંધીનો એક દિકરો છે તમારી દિકરીને અનુકૂળ આવે તેવું છે તો તમે તમારા દિકરા દિકરીનો bio-data મોકલો, તો હરેશભાઈએ કહ્યું કે દિકરીનો bio-data હજી બનાવ્યો નથી તમે દિકરાનો bio-data મોકલી આપો, રાજેશભાઈએ કહ્યું કે હવે કરવાનું છે તો તમે બનાવી લો અને મને મોકલો, હરેશભાઈએ કહ્યું કે અમે દિકરીનો bio-data કોઈને આપતા નથી એમ કહીને પોતાના દિકરાનો bio-data મોકલી આપ્યો

રાજેશભાઈ જ્યારે ફોન પર વાત કરતા હતા ત્યારે તેમની બાજુમાં તેમની દિકરી અને પત્ની બંને ઉભા રહીને વાત સાંભળતા હતા, છોકરીએ પિતા રાજેશભાઈ ને મારી double standard વાળી post વંચાવી, અને કહ્યું કે જે લોકો પોતાની દિકરીનો bio-data નથી આપતા આટલા રૂઢિચુસ્ત છે તે તેમની વહુને થોડી છૂટછાટ આપશે? ઉલ્ટું દિકરી કરતા વહુને તો વધારે બંધનમાં રાખશે.

રાજેશભાઈ નો જવાબ નો આવતા હરેશભાઈએ ફોન કર્યો, રાજેશભાઇએ કહ્યું કે મારી દિકરીને અનુકૂળ નથી, હરેશભાઈએ બે-ત્રણ સગા દ્વારા વારેવારે કહેરાવતા રાજેશભાઈ એ સ્પષ્ટ જવાબ આપી દીધો કે આવા પરિવાર મા દિકરી નથી દેવી.

બસ પછી શુ છોકરી વાળા વિશે મને ફોન કરી ફરિયાદ કરી, મેં છોકરીને કહ્યું તું બરાબર છો, હવે મારે જવાબ આપવાનો છે.

મેં હરેશભાઈ ને ફોન કરી આખી બાબતની જાણ કરી, હરેશભાઈ ને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે સમાજમાં છોકરીઓની એટલી તાણ નથી જેટલી તમે સમજો છો, તમારી જેવા બધા bio-data મુકવા મંડે તો ખબર પડે કે ઘણી છોકરીઓ પણ હજી બાકી છે

બિનજરૂરી તાણ ઉભી કરીને સટ્ટાબાજી કરવામાં આપડે લોકો હોશિયાર છીએ, આજે છોકરીઓના કાળાબજાર શરૂ કર્યા છે, આવી માનસિકતા એ જ સમાજની ઘોર ખોદી છે.

પોતાની દિકરી Facebook પર બીજી જ્ઞાતિના કે વિધર્મી છોકરાઓને friend list મા રાખે તેનો વાંધો નથી, પણ સમાજમાં free સેવા આપતા marriage bureau ના groups મા bio-data મુકતા આબરૂ જાય છે

હું આ છોકરી સાથે સહમત છું જેણે એવા પરિવાર ને ના પાડી જ્યાં દિકરી પણ બંધનમાં છે

Bhavin Kundaliya, Surat
9427265864

Comments

  1. Jay jalaram
    Shree RAGHUVANSHI SGAPAN SAMITI VERAVAL ANISh rachh 9898042042

    ReplyDelete
  2. ખરી વાત છે ભાવિનભાઈ, સમ્બન્ધ થવો ના થવો કે ના કરવો તે અનુકુળતા ની વાત છે..પણ બાયોડેટા ના આપી ને સંકુચિતતા નું પ્રદર્શન ના કરવું જોઈએ...

    ReplyDelete
  3. અત્યંત નમ્રતા પૂર્વક કવ તો આપડા રઘુંવશી ભાઈયો માં સુધારો થાય તેમ લાગતું નથી
    તેમ છતાં કોઈ ચમત્કાર થાય તેવી શ્રી જલારામ બાપા ને વિનંતી

    ReplyDelete
  4. Very Correct ��, same experience today. The get our details and don't provide their's.

    ReplyDelete
  5. Bhai sachai vaat che bov badan loko eva che je khali time paas pan kare che

    ReplyDelete
  6. Ketal logo to eva pan che badhu joi lidhu hoi pachi ane koi problem no hoi chokra ma ena ghar vada ma pan emni karva ni icha no hoi to kai bi bhanu btade che pan sachu nathi keta ki kay problem che em

    ReplyDelete
  7. Hu to me kav chu jayre tamne karva nu man nathi to ek var ma na bolo ne time leva nu ke vichar karva nu pachi tigdai ne rakhe ane pachi na pade eva pan loko che logo ni files no pan majak banve ane pota ni pan

    ReplyDelete
  8. Bhai evu Nathi koi case ma sahi hoy pan ghwna chokrabada eava Nathi Jenni Beno sasare Che ek dikro ya 2dikra hoy Che ema ava koi prashan Nathi hota. Eva parivar na Loko dikri Ane vahu banne ne saman j same Che. To bhi aapna samaj ma ek dharna bandhani gayee Che ke dikravada Nasha ek j jeva Che Evi. To ek request Che ke anuk cases hoi ne badha ne khota ya kharab na gano. Bani shake to ek mitting jarur rakho Ane samajo.

    ReplyDelete
  9. તમારી વાત સાચી છે ભાવીનભાઇ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Vote Bank Politics