Inequality of education
આજે આપડે જોઇએ છીએ કે educated છોકરીઓ marriage bureau માં આવે અને high education વાળા છોકરાઓના bio-data માગે, એક જ દિવસમાં marriage bureau વાળા બધી bio-data બતાવી દે, છોકરી વાળા bio-data જોતા જાય ને બોલતા જાય કે આ તો આવી ગઈ, અને આવું લગભગ બધા marriage bureau મા થાય છે
પણ હુ જરાક અલગ છું, ઉપર પ્રમાણે બધું થયા પછી છોકરી અને તેના મા-બાપ ને સવાલો પુછવાના શરૂ કરૂં છું
દિકરીને પુંછું છું કે તમારો ભાઈ કેટલું ભણેલો છે? દિકરી ની માં ને પુંછું છું કે તમારે કેટલા ભાઈઓ છે? અને કેટલા દિકરા છે?
દિકરીના પિતાને પુંછું છું કે તમારા લગ્ન થયા ત્યારે તમે કેટલું કમાતા હતા? ત્યારે ઘરનું ઘર હતું કે નહી?
મોટેભાગે 90% cases મા છોકરી તેના ભાઈ કરતા વધારે ભણેલી હોય છે, અને 80% માં છોકરીનો ભાઈ graduate હોતો નથી
90% માં દિકરીની માતાને એક કરતાં વધારે ભાઈ હોય છે, તે બધા તેના મા-બાપ સાથે હોય છે, 80% cases માં છોકરીને એક કરતાં વધારે ભાઈ હોય છે, અને 100 એ 100% લગ્ન પછી દિકરો પોતાની સાથે રહે તેવું ઈચ્છતા હોય છે, એકાદ નમુનો નિકળે જ્યાં એવો દાવો કરવામાં આવે કે લગ્ન પછી ભલે નોખા રહે પણ સમાજની સામે વાયડાઈ કરવા અંદરથીતો ભેગા રાખવા જ ઈચ્છા હોય
98% દિકરી ના પિતાના ખુદના લગ્ન સમયે સરખી આવક હોતી નથી, 80-90% માં લગ્ન પછી સંઘર્ષ કરી ઘરનુ ઘર લીધું હોય છે, લગ્ન પછી બધા ભાઇઓ ઘણા વર્ષો સુધી ભેગા હોય છે
વાસ્તવિકતા નજર સામે છે, દરેક જ્ઞાતિમા દિકરીઓ દિકરા કરતા વધારે ભણેલી છે તો પણ doctor ને doctor જ જોઈએ, Engineer કે CA નો ચાલે આવી rigidity છે
Sorry to say પણ આજ સુધી બેટી પઢાઓ અભિયાનમાં આપડે બધા ભૂલી ગયા કે કાલે દિકરી ના લગ્ન પણ કરવાના છે અને તેને લાયક છોકરો પણ જોઈશે, બેટી પઢાવી પણ બેટાને નો પઢાવ્યા તેનો અંજામ આજની પેઢી ભોગવે છે
શિક્ષણ ની અસમાનતા એ સમાજનો ભોગ લઈ લીધો, એક તરફ ગામડામાં અભણ છોકરાઓ બીજી તરફ શહેરોની ભણેલી છોકરીઓ, ખરેખર તો વિજ્ઞાન એમ કહે કે બુધ્ધિશાળી લોકોના જલ્દી લગ્ન થવા જોઈએ અને સંતાનો પણ વધારે હોવા જોઈએ જેથી મનુષ્યોમાં બુધ્ધિશાળી genes નો વધારો થાય, પણ ભણેલી છોકરીઓ લગ્ન જ નથી કરતી, અને કરે તો એકાદ સંતાન માંડ માંડ થવા દે, અમુકને તો સંતાન પ્રગતિમા બાધક લાગે, સમાજ ની પ્રગતિ માટે અભ્યાસની સમાનતા જરૂરી છે માટે
હજી કહું છું જાગો, બેટી સાથે બેટા પઢાવો
Bhavin Kundaliya, Surat
9427265864
Comments
Post a Comment