મિત્રો લોહાણા સમાજના ઈતિહાસ ની વાત આવે ત્યારે આપડે ભગવાન શ્રી રામ, મહારાજા લવ, વિરદાદા જસરાજ કે જલારામ બાપા થી વધારે જાણતા નથી પણ આજે ઈતિહાસનુ એક એવું પ્રકરણ તમને દેખાડવું છે જે આખી દુનિયાને ખબર છે, પાકિસ્તાનને ખબર છે પણ ગુજરાતના લોહાણાઓને ખબર નથી. મેં ઘણા વર્ષો પહેલાં Wikipedia માં Agham Lohana પર એક article લખેલો આમ તો ઘણા articles લખ્યા પણ આ article સમાજ માટે મહત્વનો છે. 7મી સદી અરબી મુસ્લિમ જેહાદીઓએ તલવાર ના જોરે ઇસ્લામનો ફેલાવો શરૂ કર્યો. સિંધ પર મીરકાસીમ ચડી આવ્યો. સિંધના બ્રાહ્મણ રાજા દહીરને મારી સિંધ કબજે કર્યું તેતો ઘણા જાણે છે. પણ પછી મુસ્લિમોએ એક ઐતિહાસિક વિજય મેળવ્યો તે ભવ્ય વિજય કેવા મહાન રાજા પર મેળવ્યો અને તેનો ઈતિહાસ લખ્યો. વિરોધી મહાન હોય તો જ વિજય મહાન કહેવાય. દહિર કે દાહિરના પિતા રાજા કાક હતા. આરબો એ તવારીખ એ હિંદવા સિંધ નામનો ઐતિહાસિક ગ્રંથ તૈયાર કરાવો જેનું ઉર્દૂ ભાષામાં અનુવાદ થયો કાકનામા પણ ઈંગ્લીશ માં chachnama લખાતું હોઈ લોકો ચચનામા પણ બોલે છે. હવે મુળ વાત પર આવું. સિંધના અલોર ના રાજા રાય સહાસી એ એક બ્રાહ્મણ યુવાન કાંક ને પોતાનો મંત્રી બનાવ્યો. રાય સ...
Comments
Post a Comment