Double Standard

Double Standard : Social News

આજે સમાજમાં દરેક ઘરમાં દિકરો અને દિકરી બંને હોય છે, દિકરા માટે વહુ શોધવાના અલગ standard અને દિકરી માટે છોકરો શોધવા અલગ standard
અમે જ્યારે છોકરીઓ ને સલાહ આપતી post મુકીએ તો બધા છોકરાઓ share કરે
પણ છોકરાઓ ને સલાહ આપતી post મુકીએ તો એકપણ છોકરી share નહીં કરે, મેં છોકરીઓ ની તરફદારી માં એક post લખી હતી ડોલર સામે રૂપિયો સસ્તો થાય એટલે કાઇ અંગ્રેજી સામે ગુજરાતી સસ્તી નો થાય માંડ માંડ અમુક છોકરીઓ દ્વારા appreciate થઈ, સમાજ માં કોઈ ઘટના બને એટલે અમે તેની પર post મુકીએ, તર્ક સાથેની post હોય સામે જવાબ નો હોય એટલે કાંતો સ્ત્રી વિરોધી બતાવી દેવા કાંતો પુરુષ વિરોધી બતાવી દેવા
આજે સમાજમાં રહેલા Double Standard અહીં રજુ કરૂ છું, દરેક ઘરમાં દિકરો દિકરી બંને છે, અને જો તમે તટસ્થ હો તો આ post share કરજો
▪ બીજાની દિકરી નો bio-data જોવો છે પણ પોતાની દિકરીનો bio-data કોઇને આપવો નથી, પોતાની દિકરી નો bio-data કોઈ જુએ તો પોતાની આબરૂ નો સવાલ આવી જાય છે તો શું જે દિકરીના bio-data તમે group માં જુવો છો તેમની આબરૂ નથી? હું દરેક છોકરીને સલાહ આપું છું કે જે લોકો તમારો bio-data જુવે છે પણ પોતાની દિકરીનો bio-data આપતા નથી આવા Orthodox પરિવાર માં લગ્ન કરતાં પહેલાં વિચારજો કે સાસરે તમને કેટલી છુટ મળશે?
▪ છોકરીઓ વાળા જવાબ નથી દેતા  તેવો આરોપ લગાવનાર છોકરાઓ પણ ખુદ પોતાની બહેન ને માટે બીજાને જવાબ નથી દેતા
▪ વહુ ઘરમાં કામ કરે તેવી જોઇએ અને દિકરી ને ત્યાં આપવી જ્યાં કામવાળા કામ કરતા હોય
▪વહુને સંયુક્ત પરિવાર માં રાખવી છે અને દિકરી માટે ટૂંકું કુટુંબ હોય કે છોકરો બીજા શહેરમાં રહી એકલો રહી નોકરી કરતો હોય તેવુ પાત્ર શોધવું
▪ 90 % ઘરમાં છોકરીઓ ભણેલી છે અને છોકરાઓ ભણ્યા નથી? દિકરી ને ભણાવી અને દિકરાને નો ભણાવ્યા, દિકરી વહાલનો દરિયો તો દિકરો શું? મોતનો કૂવો? અહીં દિકરા સાથે અન્યાય થાય છે, ઘણા એવી ફરિયાદ કરે કે દિકરાનું ભણવામાં ધ્યાન નથી તો ભાઈ લાત મારીને ભણાવો, સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રૂમઝૂમ
▪જમાઈ ભણેલો જોઇએ તો તમારો દિકરો પણ કોઇનો જમાઈ બનવાનો છે બેટા પઢાવો, બીજાની દિકરી ને લાયક બનાવો
▪ પોતે master graduate હોય કે professional degree વાળી હોય અને તેનો ભાઇ 10th કે 12th હોય તો રક્ષાબંધન પર ભાઇની પાસે પૈસાની બદલે degree કેમ નથી માંગતા? તમારા માટે ભણેલો છોકરો જોઈએ તો તમારી ભાભીને કેમ ભણેલો નો મળે?
તમારી પત્નીને એટલું માન આપો જેટલું તમારી પોતાની બહેન ને માટે તમારા બનેવી પાસે આશા રાખો છો
તમારા સાસરે એટલી છુટછાટ માંગો જેટલી તમારા પિયરમાં તમારી પોતાની ભાભીને આપી શકો
▪ પોતાની દિકરી ને શહેરમાં દેવી છે અને દિકરા માટે વહુને ગામડામાં રાખવી છે?
▪ પોતાની દિકરી ને MNC માં job હોય તેવા છોકરાને આપવી છે, અને પોતાનો દિકરો તો ધંધો કરે છે, તો વહુને ધંધાવાળા સાથે રાખવી છે
વિચારજો લખ્યા કરીશ તો post લાંબી થશે, આ post કોઈ સ્ત્રી કે પુરુષ વિરોધી નથી અને નથી જ
પણ અનુભવથી સમાજ માં જે માનસિકતા છે, જે subconscious mind માં રહેલી છે અજાગ્રત મનની સુષુપ્ત ઈચ્છાઓ સામે મુકી છે
વિચારજો અને જો વાસ્તવિકતા સ્વિકારવાની હિમ્મત હોય તો comments કે share કરજો
Double Standard :  Social News  subscribe our YouTube channel Double Standard : Social News
Bhavin Kundaliya, Surat
9427265864

Comments

Post a Comment

Popular posts from this blog

Ajanbahu Lohana

History of Lohana

Bewafa